ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક 31 ઓગસ્ટ સુધી વધી

કોરોના મહામારીને કારણે શિડ્યુલ્ડ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લાગેલી રોક ૩૧ ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. ડ્ઢય્ઝ્રછએ આજે એક નિવેદનમાં કહ્યું કે, ઈન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી લાગુ રહેશે. આ રોક ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટ્‌સ અને એ ફ્લાઈટ પર નહીં હોય જેઓને ડ્ઢય્ઝ્રછએ મંજૂરી આપી છે. જો કે અમુક નક્કી કરેલ રૂટ્‌સ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી આપવામાં આવી શકે છે.

કોરોના મહામારીને કારણે ગત વર્ષે માર્ચમાં ઈન્ટરનેશનલ અને ઘરેલુ યાત્રી ઉડાનો પર રોક લગાવવામાં આવી હતી. જો કે ઘરેલુ ઉડાનોને મે ૨૦૨૦માં અમુક શરતો સાથે ફરી શરૂ કરવામાં આવી હતી. પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક યથાવત રહી હતી. ડ્ઢય્ઝ્રછ માર્ચ ૨૦૨૦ બાદથી અનેક વખત ઈન્ડરનેશનલ ફ્લાઈટ પર રોક વધારી ચૂકી છે. સરકારે મહામારીને કારણે દુનિયા અલગ-અલગ દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યું હતું.

વિશેષ ઈન્ટરનેશનલ ફ્લાઈટ વંદેભારત મિશન હેઠળ ગત વર્ષે મેથી કામ કરી રહી છે. અમુક દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલની વ્યવસ્થા પણ કરાઈ હતી. ભારતે ૨૭ દેશોની સાથે એર બબલ કરાર કર્યો હતો. જેમાં યુએસ, યુકે, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ જેવા દેશ સામેલ છે. બે દેશોની વચ્ચે થયેલ એર બબલ કરાર હેઠળ દેશોની એરલાઈન્સની વિશેષ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંને દેશોના ક્ષેત્રમાં ઉડાન ભરી શકે છે. પણ દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપને કારણે અનેક દેશોએ તેના પર રોક લગાવી દીધી હતી.