વડોદરા: SOGનાં પીઆઈ અજય દેસાઈએ જ કરી હતી પત્ની સ્વીટી પટેલની હત્યા, લાશને બાળી મૂકી

વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાંમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનના બાથરુમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલનો પતિ જ આરોપી નીકળ્યો છે.

પાંચ જૂને ગુમ થયા બાદ આજે એટલે કે ૪૯ દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરુ કરી હતી. ત્યાર બાદ આજે રહસ્ય પરથી પડદો ઉંચાકાયો છે.આરોપી ઙઈં એ.એ.દેસાઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. ઙઈં એ.એ.દેસાઈએ ૨૦૧૬માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ ૨૦૧૭માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.

હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા ૩ માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન આરોપી ઙઈં કિરીટસિંહ જાડેજા સહિત ૧૫થી ૧૬ ભાગીદારોની માલિકીની છે અને ૧૦ વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.