ત્રણ વર્ષનો બાળક ભગવાન ગણેશની પાંચ સેન્ટીમીટરની મૂર્તિ ગળી ગયો, અને પછી શું થયું? જાણો વધુ

કર્ણાટકના બેંગલુરુમાં આશરે પાંચ સેન્ટિમીટર જેટલી ભગવાન ગણેશની મૂર્તિને ગળી ગયેલા ત્રણ વર્ષના બાળકનો તાત્કાલિક તબીબી સર્જરી પછી ચમત્કારિક બચાવ થયો હતો. આમાં પણ ભગવાન શ્રી ગણેશની કૃપા હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. શુક્રવારે બાળક બાસાવાને ઓલ્ડ એરપોર્ટ રોડ પર મણીપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રમતી વખતે બાળક મૂર્તિ ગળી ગયો હતો. તેણે છાતીના ઉપલા ભાગમાં દુખાવો અને થૂંક ગળી જવામાં મુશ્કેલી હોવાની ફરિયાદ કરી હતી. શરૂઆતમાં છાતી અને ગળાનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. એક્સ-રેમાં બાળકના શરીરમાં ગણેશ મૂર્તિ હોવાનું કન્ફર્મ થયું હતું.

ત્યારબાદ ડોકટરોએ ફ્લેચ્યુઅલ એન્ડોસ્કોપિક સિસ્ટમની મદદથી મૂર્તિને બહાર કાઢવાની યોજના બનાવી. તેને એક કલાકમાં એન્ડોસ્કોપી સ્યુટમાં લઈ જવામાં આવ્યો અને એનેસ્થેસિયા બાદ બાસાવાના શરીરમાંથી સલામત રીતે મૂર્તિને બહાર કાઢવામાં આવી. સર્જરી પછી બાળકને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને ત્રણ કલાક પછી ફીડ્સ આપવોન પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાળકે સારી રિસ્પોન્સ આપ્યો અને તેનામાં કોઈ સમસ્યા જાણાઈ આવી ન  હતી. આખરે સાંજે તેને રજા આપવામાં આવી હતી.

બાળ ચિકિત્સા ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટ ડો. શ્રીકાંત કેપીએ આઈએએનએસને જણાવ્યું કે મૂર્તિને લીધે અન્નનળીને ઇજા થઈ હોત. તે છાતીમાં ચેપ સહિત અન્નનળીને છિદ્રિત કરવા તરફ દોરી શકે છે. તદુપરાંત, બાળક કંઈપણ ગળી શકવા સક્ષમ ન હતો જે પોતે જ ઘણી સમસ્યાઓમાં સપડાઈ રહ્યો હતો. ઓલ્ડ એરપોર્ટ રોડ, મણિપાલ હોસ્પિટલોના હોસ્પિટલ ડિરેક્ટર ડો.મનીષ રાયે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ દર્દીને પેડિયાટ્રિક ઇમરજન્સીમાં લાવ્યા હતા ત્યારે તેની હાલત અત્યંત કફોડી હતી.

તેમણે કહ્યું કે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને તરત જ બાળકને સર્જરી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. “અમારી એનેસ્થેસિયા ટીમ અને ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટે તરત જ સર્જરી હાથ ધરી અને છોકરાને બચાવી શકાયો.” માતાપિતાએ આ ઘટનાની નોંધ લેવી અને સમયનો બગાડ કર્યા વિના તેને હોસ્પિટલમાં લાવવાની સમયસર કાર્યવાહી પણ નિર્ણાયક હતી. માતાપિતાએ કોઈ પણ જોખમી અને ખતરારુપ વસ્તુઓ બાળકોથી દૂર રાખવી જોઈએ અને તેઓએ પણ સચેત રહેવું જોઈએ.