દુનિયામાં કોરોનાનાં કારણે 70 લાખથી 1.30 કરોડ લોકોના થયા મોત!

વિશ્વભરમાં કોરોનાથી ૭૦ લાખથી ૧.૩૦ કરોડ લોકોના મોતનો દાવો કરીને વિશ્વના જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોમિસ્ટ’નો સનસનીખેજ ધડાકો કર્યો છે. આફ્રિકા અને એશિયા જ નહિં અમેરિકા, બ્રીટન, ફ્રાન્જ જેવા દેશોએ પણ મોતના આંકડા છૂપાવ્યા છે. તેમજ અમેરિકા અને કેરેબિયન દેશોમાં ૧પ થી ૧૮ લાખ, યુરોપમાં ૧પ થી ૧૬ લાખ, એશિયા ર૪ થી ૭૧ લાખ, આફ્રિકા ર૧ લાખના મોત થયાનું અનુમાન પ્રસ્તુત કરી છે. મેગેઝિનમાં દાવો કરાયો છે કે ભારતમાં રોજ ૬ થી ૩૧ હજારના મોત થયા છે, જેને ભારતે ફગાવ્યો છે.

સમગ્ર વિશ્વમાં છેલ્લા ૧૯ મહિનાથી કોરોના વાઈરસે તબાહી મચાવી છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે, જ્યારે લાખો લોકો આ ખતરનાક વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. મોતના આંકડાને લઈને સતત સવાલો ઊઠી રહ્યા છે. કહેવાય છે કે કોઈપણ દેશ કોરોનાથી થતાં મોતને લઈને સાચી તસ્વીર રજૂ કરતા નથી.

જાણીતા વૈશ્વિક મેગેઝીન ધ ઈકોનોમિસ્ટએ દાવો કર્યો છે કે, દુનિયાના અનેક દેશો કોરોનાથી થતા મોતની સાચી માહિતી નથી આપતા. આ મેગેઝીને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં ૭૦ લાખથી ૧.૩૦ કરોડ સુધીના લોકોને કોરોના ભરખી ગયો છે. દુનિયાભરમાં ટેસ્ટીંગ અને રિપોર્ટીંગની કમીને કારણે સત્તાવાર આંકડામાં કોરોનાથી થતાં મોતની સંખ્યા ઓછી બતાડવામાં આવી રહી છે.

આ મેગેઝીને કહ્યું છે કે, આફ્રિકા અને એશિયા જ નહીં, પરંતુ અમેરિકા અને બ્રીટન અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ જાહેર આંકડાથી વધુ મોત થયા છે. ઈકોનોમિસ્ટે ભારતને લઈને દાવો કર્યો છે કે અહીં રોજ ૬ થી ૩૧ હજાર જેટલા લોકોના મોત થયા છે. જ્યારે સરકારી આંકડા રોજ ૪ હજારના મોતની વાત જણાવે છે, જો કે ભારત સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે.

રિપોર્ટ અનુસાર અનેક ગરીબ દેશો મોતના સાચા આંકડા છૂપાવી રહ્યા છે. મેગેઝીને આ દાવો મશીન લર્નિંગ મોડલ થકી કર્યો છે. આમ તો જોન હોપકીન્સ યુનિ.ના આંકડા પર નજર નાખીએ તો અત્યાર સુધી કોરોનાથી ૩૮.૩૦ લાખ લોકોના મોત થયા છે અને ૧૭ કરોડથી વધુ લોકોને કોરોના થયો છે.

એશિયામાં સત્તાવાર આંકડા અનુસાર અત્યાર સુધી ૬ લાખના મોત થયાનું જણાવે છે, પરંતુ મેગેઝીન દાવો કરે છે કે અહીં ર૪ થી ૭૧ લાખ લોકોના મોત થયા છે. અમેરિકા અને કેરેબિયન દેશોમાં સત્તાવાર મોતના આંકડા ૬ લાખ છે જ્યારે મેગેઝીન ૧પ થી ૧૮ લાખના મોતનો દાવો કરે છે. યુરોપમાં સરકારી આંકડા ૧૦ લાખ છે જ્યારે મેગેઝીને દાવો કર્યો છે કે ૧પ થી ૧૬ લાખ લોકોના મોત થયા છે.

ગત્ ૧૯ મહિનાથી કોરોના વાઈરસે દુનિયામાં ત્રાસ વર્તાવ્યો છે. દરરોજ હજારો સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે, જો કે મોતના આંકડાને લઈને સતત સવાલ ઊઠી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, અનેક દેશ કોરોનાના મોતના આંકડાને લઈને સાચી તસ્વીર રજૂ નથી કરી રહ્યા.

ધ ઈકોનોમિસ્ટે દાવો કર્યો છે કે દુનિયાના અનેક દેશો કોરોનાથી થનારા મોતની યોગ્ય જાણકારી નથી આપી રહ્યા. દાવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધીમાં દુનિયામાં ૭૦ લાખથી ૧.૩ કરોડથી વધારે મોત થયા છે. આ રિપોર્ટ મુજબ આફ્રિકા અને એશિયા જ નહીં, પરંતુ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોએ પણ મોતને લઈને યોગ્ય જાણકારી નથી આપી. મેગેઝીનનો આ દાવો મશીન લર્નિંગ મોર્ડલના માધ્યમથી કર્યો છે.