સુશાંતસિંહ-અંકિતા લોખંડેનું રોમેન્ટીક સોંગ, જે કદી રિલીઝ થયું નહીં, જૂઓ વાયરલ વીડિયો

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનો એક મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનું મ્યુઝિક વીડિયો સોંગ તેમના શો પવિત્રા રિશ્તાનું છે, જે ક્યારેય રિલીઝ થયું નથી. તેના મૃત્યુ પછી આ વીડિયો સામે આવ્યો છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો સોંગ યુટ્યુબ પર જોઇ શકાય છે. વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા રોમાંસ કરતા જોવા મળી શકે છે. તેમનો આ વીડિયો જોયા પછી ચાહકો ફરી એકવાર ભાવુક થઈ ગયા છે અને તેને યાદ કરી રહ્યા છે. આ ગીતનું શીર્ષક છે ‘જૈસી હો વૈસી રહો’. આ સમયે તે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત 6 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જે પછી અચાનક જ તેમના બ્રેક અપથી બધાને આશ્ચર્ય થયું. બંને ‘પવિત્ર રિશ્તા’માં સાથે કામ કરતા હતા. તેમની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ શો દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.