ઈઝાઈલે ગાઝામાં 12 માળની ઈમારત પર કર્યો મિસાઈલ મારો, અનેક મીડિયા હાઉસની ઓફિસો પણ ધ્વસ્ત

ગાઝા પટ્ટીમાં ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ થંભવાનું નામ નથી લઈ રહ્યો. શનિવારે ઇઝરાઇલી સેનાએ ગાઝામાં 12 માળની ઇમારતને નિશાન બનાવી હતી અને મિસાઇલથી ઉડાવી દીધી હતી. ઇઝરાઇલે જે બિલ્ડિંગને નિશાન બનાવી હતી તેમાં એસોસિએટેડ પ્રેસની કચેરીઓ અને અલ જઝિરા મીડિયા ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થતો હતો. ઇઝરાયલી હુમલામાં 12 માળની ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.

રોઇટર્સના એક પત્રકારે પણ આ ઘટનાને કન્ફર્મ કરી છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે મિસાઇલ ફેંકાયા બાદ બિલ્ડિંગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિલ્ડિંગના માલિકને પહેલાથી જ મિસાઇલ હુમલો થવાની ચેતવણી આપવામાં આવી હતી, જેના પછી બિલ્ડિંગને ખાલી કરાવ્યું હતું. જ્યારે ઇઝરાઇલી સેના તરફથી આ ઘટના અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં અનેક એપાર્ટમેન્ટ્સ અને અન્ય ઓફિસો પણ સામેલ છે.