ગુજરાતમાં કોરોનાનાં કેસમાં ઘટાડો, મરણાંક નવ હજારને પાર, પંદર હજાર દર્દી ડિસ્ચાર્જ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. રાજ્યમાં 28 દિવસ બાદ 9 હજાર આસપાસ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 હજાર 61 નવા કેસ નોંધાયા છે. તેમજ સતત 11મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને 15 હજાર 76 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને રાજ્યમાં 95 દર્દીના મોત થયા છે. 28 દિવસ બાદ 100થી ઓછા દર્દીના મોત નોંધાયા છે. અગાઉ 17 એપ્રિલે 97ના મોત નોંધાયા હતા. છેલ્લા 16 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેમાં સતત પાંચમા દિવસે 15 હજાર દર્દી ડિસ્ચાર્જ થયાં છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 83.84 ટકા થયો છે. કુલ મોતના આંકડો 9 હજારને પાર થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 44 હજાર 409ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 39 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 24 હજાર 107 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 11 હજાર 263 એક્ટિવ કેસ છે, જેમાંથી 791 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 10 હજાર 472 દર્દીની હાલત સ્થિર છે