અરબી સમુદ્રમાં સર્જાયું તૌકતે વાવાઝોડું, સમગ્ર ગુજરાતનો દરિયા કાંઠો એલર્ટ

ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં આગામી તા. ૧૪-પ-ર૦ર૧ ના લો પ્રેશર સર્જાઈ શકે છે. જે તા. ૧૬/પ્ ના વાવાઝોડામાં પરિણામશે અને તેને ‘તૌકતે વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે.

આ વાવાઝોડાની અસર ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં થવાની સંભાવના છે. જેના પગલે મુખ્યમંત્રીએ સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે.

આ વાવાઝોડું તા. ૧૬/પ પછી ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેથી સંબંધિત જિલ્લાના કલેક્ટરોને સુસજ્જ રહેવા જણાવાયું છે અને તે સંદર્ભમાં દ્વારકાના રૃપેણ બંદર પર માછીમારી બોટ પરત ફરી રહી છે અને જરૃરી તમામ તકેદારીના પગલાં લેવાયા છે.