કોરોના: PM મોદીના જબરદસ્ત ટેકેદાર અનુપમ ખેરે મોદી સરકારને ખરી-ખરી સંભળાવી, જાણો શું કહ્યું…

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન વડાપ્રધાન મોદીના પ્રશંસક અને ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે કોરોનાને લઈને કરેલા એક નિવેદને દેશભરમાં ચર્ચા જગાવી છે. આ ઈન્ટરવ્યૂમાં અનુપમ ખેરે ‘ખરી ખરી’ સંભળાવીને મોદી સરકારને દર્પણ દેખાડ્યું છે.

કોરોનાની બીજી લહેરે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓની વાસ્તવિક્તાને ઉજાગર કરી દીધી છે. મોટાભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર ફિલ્મ એક્ટર અનુપમ ખેરે પ્રથમ વખત કોરોના સંકટમાંથી ઉગરવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની ટીકા કરી છે. એક ટી.વી. ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, સરકારે આ વખતે નિશ્ચિત રીતે ભૂલ કરી છે અને તે બદલ તેને જવાબદાર ઠેરવવી જરૃરી છે.

નેશનલ એવોર્ડ વિનર એક્ટર અનુપમ ખેરે કહ્યું કે તેમના (મોદી સરકાર) માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે, જિંદગીમાં ઈમેજ બિલ્ડિંગ સિવાય બીજું ઘણું છે, જેના સવાલ જવાબ ઘણાં જ રસપ્રદ છે, તેના કેટલાક અંશો પ્રસ્તુત કર્યા છે.

સવાલઃ જેમના પોતાની બીમારીથી નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય સારવાર અને મેડિકલ હેલ્પ ન મળવા પર જીવ ગુમાવી બેઠા છે, તેને તમે કઈ રીતે આશ્વાસન આપશો?

અનુપમ ખેરઃ તમે એ માણસને કઈ રીતે આશ્વાસન આપશે, જેનું પોતાનું કોઈ વ્યક્તિ ઓક્સિજન, દવા કે સારવાર ન મળવાને કારણે ગુજરી ગયા છે, તમે તેને કઈ રીતે સમજાવશો. આવા સમયે ગુસ્સો આવવો, દુઃખી થવું તે સ્વાભાવિક છે. આવું થવું પણ જોઈએ. ….

સવાલઃ ઘણી જગ્યાએ બેડની અછતના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે, ઓક્સિજન ન મળવાને કારણે પણ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, કેટલીક જગ્યાએ નદીઓમાં લાશ વહે છે… શું સરકારને એવામાં પોતાની ઈમેજને મેનેજ કરવાની જગ્યાએ લોકોની મદદ પર ધ્યાન ન આપવું જોઈએ?

અનુપમ ખેરઃ કોઈ અમાનવીય શખ્સ જ તેનાથી પ્રભાવિત નહિં થાય. ઘણાં મામલાઓમાં આલોચના યગ્ય હોય છે, સરકારની ભૂલ થઈ છે અને તેના માટે તેને જવાબદાર ઠેરવવી જરૃરી છે. સરકારે હાલ એ લોકો માટે કામ કરવું જોઈએ, જેણે તેને ચૂંટી છે, જો કે મને લાગે છે કે કોઈ બીજી પાર્ટીનો તેણે પોતાના ફાયદા માટે ઉપયોગ ન કરવો જોઈએ.

સવાલઃ એવી સ્થિતિમાં જ્યારે લોકો હારી રહ્યા છે, પોતાનાઓને ગુમાવી રહ્યા છે અને ક્યાંય આશા નથી તો લોકો શું કરી શકે છે?

અનુપમ ખેરઃ આ સ્થીતિમાં દુઃખ, ગુસ્સો આવે છે. આ બધા છતાં એ વિચારવું જોઈએ કે, આપણે કોઈ બીજાની મદદ કરવી જોઈએ. હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે. સૈનિકોની જેમ મુકાબલો કરવો જોઈએ. જીવનને આગળ ચલાવવાનું છે.

ફરી સવારે સૂર્ય તો ઉગે છે, વરસાદ પડે છે, મોસમ બદલાય છે, જીવન ચાલતું રહેવું જોઈએ. તકલીફ છે, દુઃખ છે, હેરાનગતિ છે, ગુસ્સો છે, ફસ્ટ્રેશન છે, આ બધુ તો રહેવાનું જ.

થોડા દિવસો પહેલા અનુપમ ખેરનું એક ટ્વિટ ઘણું ચર્ચામાં રહ્યું. સિનિયર જર્નલિસ્ટ શેખર ગુપ્તાએ કોરોનાને પગલે સર્જાયેલી સ્થિતિને કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ રહેલી સરકારની ટીકા કરી હતી. તેના જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું કે, સરકારની ટીકા જરૃરી છે, પરંતુ તેની સાથે જોડાવવું તે આપણા બધાની જવાબદારી છે. ગભરાશો નહિં આવશે તો મોદી જ, આ જવાબ પછી ઘણાં લોકોએ અનુપમ ખેરની ઝાટકણી કાઢી હતી.