ગુજરાતમાં કોરોનાનાં નવા 11,592, વધુ 117નાં મોત, કુલ મોત 8,511

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ચાલી રહ્યો છે. એક તરફ મીની લોકડાઉન સાથે નાઈટ કર્ફયુ વચ્ચે ગુજરાતમાં કોરોના કેસોમાં ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. પાછલા ચોવીસ કલાકમાં 11,592 નવા કેસ નોંધાયા છે અને 117 દર્દીના મોત થયા છે. સાથે જ કુલ મોતનો આંક 8,511 થયો છે. તેમજઆમ એક દિવસની રાહત બાદ આજે ફરી નવા કેસમાં વધારો થયો છે. 9મેના રોજ 11084 કેસ આવ્યા હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 92 હજાર 604ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 5 લાખ 47 હજાર 935 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 36 હજાર 158 એક્ટિવ કેસ છે, જેમાંથી 792 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 35 હજાર 366 દર્દીની હાલત સ્થિર છે.રાજ્યમાં રોજેરોજ સરેરાશ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 79.11 ટકા થયો છે.

આજે રાજ્યમાં 2 લાખ 7 હજાર 700ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 3 લાખ 94 હજાર 150 લોકોને પ્રથમ ડોઝ અને 33 લાખ 55 હજાર 185 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 37 લાખ 49 હજાર 335નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 29,817ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35 હજાર 180 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 32 હજાર 466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.