સુરતના કેપી ગ્રુપની કંપની KPI ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો

કેપી ગ્રુપની સોલાર પાવર ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(KPIGIL) એ કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ (CPP)માં 12.50 મેગાવોટ્સનો ઓર્ડર મેળવ્યો છે. આ અંગે દેશ અને વિદેશમાં સિન્થેસિસનો પુરવઠો સપ્લાય કરતી સચિન જીઆઈડીસી સ્થિત પ્રતિષ્ઠિત કંપની અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથે KPIGIL એ લેટર ઓફ ઈન્ટેન્ટ (L.O.I) કર્યા છે. KPIGILએ તે અંગે ભરૂચ જિલ્લાના ઓછણગામે કામ શરુ કર્યું છે.

અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.એ નોન-રિન્યુએબલ એનર્જી પર નિર્ભરતા ઘટાડવા, પાવર ખર્ચમાં બચત કરવા અને પર્યાવરણની રક્ષા કાજે કેપીઆઈ ગ્લોબલ પ્રા.લિ. પાસેથી રૂ. 43 કરોડમાં 12.50 મેગાવોટ્સનું સોલાર પાવર પ્લાન્ટ માટે કરાર કર્યા છે. આ સોલાર પ્લાન્ટમાં રોકાણથી કંપનીને દર વર્ષે વીજ ખર્ચમાં 10 કરોડની બચત થવાનુ અનુમાન છે અને આ લાભ 25 વર્ષ સુધી થશે.

ઉલ્લેખનીય છે કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ KPIGIL ભરૂચ જિલ્લાના સુડી, તણછા, ભીમપુરા, રણાડા સહિતના ગામોમાં 100 મેગાવોટ્સની આસપાસનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરી ચુકી છે અને વર્ષ 2025 સુધીમાં 1000 મેગાવોટ્સ સુધી લઈ જવાનું પ્લાનિંગ કરી તે દિશામાં આગળ વધી રહી છે.

KPIGILના સીએમડી ફારુક પટેલે આ કરાર અંગે કહ્યું હતું કે, કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરી ઉદ્યોગપતિઓ વીજબિલમાં મોટી બચત કરી શકે છે અને ઈન્કમટેક્સમાં પણ 40 ટકા ઘસારો મેળવી ટેક્સ પ્લાનિંગ સાથે પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે છે. સાથોસાથ પૃથ્વીનું જતન કરી શકે છે. અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથેના 12.50 મેગાવોટ્સ માટે કરાયેલા લેટર ઓફ ઈન્ટેન્ટ એ અમારા માટે મોરપિંચ્છ સમાન છે.