રાજ્યસભામાં ભાજપની બેઠકોનું ગણિત: યુપીમાં વઘારો, આંધ્ર-રાજસ્થાનની સીટો ગૂમાવશે

બંગાળ વિધાનસભામાં સારૃં પ્રદર્શન કરવા છતાં સત્તારૂઢ ભાજપ રાજયસભામાં પોતાની બેઠકો વધારવામાં સફળ નહીં થાય. કેમકે હાલમાં તો રાજયની કોઇ બેઠક ખાલી નથી થવાની રાજય સભામાં ભાજપની એક બેઠક આવતા વર્ષે જ વધશે.

રાજયસભાની વેબસાઇટ અનુસાર, ઉચ્ચ સદનમાં ભાજપ પાસે અત્યારે કુલ 95 સભ્યો છે. આવતા વર્ષે 2022માં 78 સાંસદોનો કાર્યકાળ પુરો થવાનો છે. તેમાં મહત્વના સભ્યોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, પીયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી જેવા પ્રધાનો, કોંગ્રેસના સીનીયર નેતા ઓ પી. ચીદમ્બરમ, આનંદ શર્મા અને કપિલ સિમ્બલ છે. બ્રોકેજ કોટક ઇન્સ્ટીટયુટ એકટીવીટીઝના ઇન્ડીયા રિપોર્ટ અનુસાર 2022માં થનારી રાજયસભાની ચુંટણીઓમાં ભાજપને કંઇ વધારે   ફાયદો થવાની શકયતા ઓછી છે.

ઉત્તર પ્રદેશમાં વધારો થવા સામે તે આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં બેઠકો ગુમાવશે. જયારે ચુંટણી માટે પશ્ચિમ બંગાળની કોઇ બેઠક ખાલી નથી.