ગુજરાતમાં કોરોનાનાં નવા 13,050 કેસ, વધુ 131નાં મોત, કુલ મૃત્યુઆંક 7,779

ગુજરાતમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન કોરોનાનાં નવા 13,050 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વધુ 131ના મોત થયા છે અને આ સાથે જ કુલ મૃત્યુઆંક 7,779 પર પહોંચી ગયો છે. જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 12,121 રહી છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા કરતાં 929 નવા કેસ વધારે છે. છેલ્લા 5 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 74.85 ટકા થયો છે

રાજ્યમાં છેલ્લા 94 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 20 હજાર 472ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 4 લાખ 64 હજાર 396 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,48,297 એક્ટિવ કેસ છે, જેમાંથી 778 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,47,519 દર્દીની હાલત સ્થિર છે.

આજે રાજ્યમાં 1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 20 હજાર 449 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 82 હજાર 591 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 27 લાખ 3 હજાર 40નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 52 હજાર 528ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22 હજાર 794 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 45 હજાર 281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.