શૂટર દાદીને કોરોના ભરખી ગયો, તેમના જીવન પર બની હતી ફિલ્મ “સાંડ કી આંખ”

શૂટર દાદીના નામથી જાણીતા ચંદ્રો તોમરનું કોરના સંક્રમણને લીધે અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેને પગલે તેમને મેરઠની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 89 વર્ષના ચંદ્રો સંક્રમિત હોવાના સમાચાર તેમના સોશિયલ મીડિયા પર પરિવારે 3 દિવસ અગાઉ પોસ્ટ કરી હતી. ઉત્તર પ્રદેશના બાગપતના રહેવાસી દાદીના અવસાન અંગે સાંડ કી આંખની અભિનેત્રી તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકરે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

ફિલ્મમાં ભૂમિ પેડણેકરે ચંદ્રો તોમરની ભૂમિકા ભજવી હતી. UPના બાગપત જિલ્લાના જોહડી ગામના રહેવાસી ચંદ્રો તોમરના 6 બાળકો અને પુત્ર-પૌત્રો છે. આ પૈકી એક પૌત્રી શૈફાલીને તે ડો.રાજપાલની શૂટિંગ એકડેમીમાં લઈને ગયા હતા. જ્યા તે ત્રણ દિવસ રહી તેમની પૌત્રી ગન વડે નિશાન લગાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ જોઆઈ ચંદ્રોએ તેના હાથમાં ગન લઈ લોડ કરી અને નિશાન લગાવ્યું હતું.

સટીક નિશાન લાગેલુ જોઈ એકડેમી ટ્રેનરે તેમને કહ્યું કે તે પણ શૂટિંગ શરૂ કરી દે. ચંદ્રો, વિશ્વની સૌથી વૃદ્ધ શૂટર હતી. ફિલ્મમાં ચંદ્રોની નણંદ પ્રકાશીની ભૂમિકા તાપસી પન્નૂએ ભજવી હતી. પ્રકાશી ચંદ્રોને જોઈ શૂટિંગ કરવા લાગી હતી.

ભૂમિએ લખ્યું- શૂટર દાદી ચંદ્રોના અવસાનથી તે ઘણી દુખી છે. હકીકતમાં એવું લાગે છે કે મારો એક હિસ્સો જતો રહ્યો છે. પરિવારનો એક હિસ્સો જતો રહ્યો છે. હું ખૂબ જ નસિબદાર હોવાનો અહેસાસ કરું છું કે મને પડદા પર તેને જીવવાની તક મળી હતી.

65 વર્ષની ઉંમરમાં શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કર્યાં બાદ ચંદ્રોએ પાછળ વળીને જોયું નતી. તેમણે 25 નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તમામ ટૂર્નામેન્ટમાં જીત મેળવી. શરૂઆતના દિવસોમાં ચંદ્રો પ્રેક્ટિસ કરવા માટે રાત્રીના સમયને પસંદ કરતા. દિવસભર કામ કર્યાં બાદ રાત્રીના સમયે સૌ ઉંઘી જતા ત્યારે તેઓ પાણીથી ભરેલા જગ લઈ કલાકો સુધી ગન હોલ્ડિંગની પ્રેક્ટિસ કરતા હતા.