ઓક્સિજન, દવા, વેક્સિનેશન અને લોકડાઉન મુદ્દે મોદી સરકારનો જવાબ માંગતી સુપ્રીમ કોર્ટ

આજે સુપ્રીમ કોર્ટે સુઓમોટોની નોંધ લઈને કોરોનાના સંદર્ભે નોટીસ પાઠવીને ચાર મુદ્દે તાકીદે જવાબ માંગ્યો છે, કેન્દ્ર-રાજય સરકારો દ્વારા થતી કોરોનાની કામગીરી, લોકોને થતી હાલાકી અને વધી રહેલા સંક્રમણ અને મૃતાંકને લઈને દેશભરમાંથી ઉઠી રહેલા અવાજને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે આ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીઓ તથા તમામ કેસોને પણ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થવાની શક્યતા દર્શાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દેશમાં ઈમરજન્સી જેવી હાલત છે. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને ઓક્સિજન, દવા, વેક્સિનેશન અને  લોકડાઉનના ચાર મુદ્દે કેન્દ્રનો જવાબ માંગ્યો છે, અને કોરોના સામેના જંગ માટે કેન્દ્ર સરકારનો રોડમેપ શું છે અથવા પ્લાન શું છે, તે જણાવવા કહ્યું છે. આ મુદ્દે આવતીકાલે વિશેષ સુનાવણી થશે તેમ જાણવા મળે છે.

સુપ્રીમ  કોર્ટે હરીશ સાલ્વેને આ મુદ્દે સેમિક્સ કયૂરી તરીકે નિયુક્ત કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે. સુપ્રીમ  કોર્ટે આ મુદ્દે સુઓમોટો નોંધ લેતા આ મુદ્દે દેશવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.