એક જ દેશમાં કોરોના વેક્સિનની અલગ-અલગ કિંમતઃ કંપનીઓને જંગી નફો કરાવવાનો કારસોઃ સોનિયા ગાંધી

કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટિયુટની કોવિશિલ્ડ વેક્સિનેશનના ત્રણ ભાવો નક્કી કરતા તેની ટીકા થઈ રહી છે, અને એવા આક્ષેપો થઈ રહ્યા છે કે, જો કે એક જ દેશમાં એક રસીની કિંમત ત્રણ નક્કી કરી સરકારે વેક્સિન બનાવનારી કંપનીઓને ભરપૂર નફો રળવાની તક આપી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉપરોકત સવાલો ઉઠાવી સરકાર પર પ્રહારો કર્યા છે અને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મુદ્દે ચોખવટ કરવા માંગણી કરી છે.