ડોક્ટરની બેદરકારીનાં કારણે બગડી ગયો અભિનેત્રીનો ચહેરો, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ

ટેલિવિઝન અભિનેત્રીઓ હોય કે ફિલ્મ અભિનેત્રી ચેહરા દરેક માટે સૌથી ખાસ છે. જેની તેઓ વધુ સારી સંભાળ પણ લે છે. આવી સ્થિતિમાં જો કોઈ અભિનેત્રી ડોક્ટરની બેદરકારીનો શિકાર બની જાય અને તેનો ચેહરો બગડી જાય તો શું થાય? તાજેતરમાં તમિલ અભિનેત્રી રાયઝા વિલ્સન સાથે આવું જ કંઈક થયું છે. રાયઝા તેની સારવાર માટે ત્વચારોગ નિષ્ણાત પાસે ગઈ, પરંતુ કંઈક એવું બન્યું કે હવે તે ડોક્ટર ઉપર ફિટકાર વરસાવી રહી છે.

ખરેખર તમિલ અભિનેત્રી રાયઝા વિલ્સન ડોક્ટર પાસે સિંપલ ફેશિયલ કરાવવા ગઈ. પરંતુ ક્લિનિકમાં ડોક્ટરે તેને અન્ય સારવાર વિશે સજેશન આપ્યું અને તે ટ્રીટમેન્ટ કરવા ફોર્સ પણ કર્યું. જ્યારે રાયઝાએ તે ટ્રીટમેન્ટ કરાવી ત્યારે તેનો આખો ચહેરો બગડી ગયો. હવે રાયઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાનો વાંધો શેર કર્યો છે અને ડોક્ટરને પણ જોરદાર ઠપકો આપવામાં આવ્યો છે.

રાયઝાએ પોસ્ટમાં પોતાની એક તસવીર તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં રાયઝાના ચહેરા પર અને આંખોની નીચે નોંધપાત્ર સોજો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે રાયઝાએ લખ્યું, ‘ગઈકાલે હું @drbhairavisenthil ને મળી, સિંપલ ફેશિયલ ટ્રીટમેન્ટ માટે. ડોક્ટરે મને ચહેરા  માટે અન્ય ટ્રીટમેન્ટ કરવાનું સજેશન કર્યું અને એ ટ્રીટમેન્ટ કરવામાં આવી તો તેનું આ પરિણામ આવ્યું છે.

આગળ, રાયઝાએ પોસ્ટમાં લખ્યું, ‘તે ડોક્ટર આજે મારી સાથે વાત કરવા અથવા મળવાનો ઇનકાર કરી રહી છે. કર્મચારીઓ જણાવી રહ્યા છે કે તેઓ શહેરની બહાર છે. ‘ રાયઝાની આ પોસ્ટમાં તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રાયઝા કહે છે કે તેણીને ડોક્ટર દ્વારા આ સારવાર લેવાની ફરજ પાડવામાં આવી હતી. તે ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ચહેરો બગડ્યો છે અને હવે ડોકટરો પણ તેને મળતા નથી.

આ સિવાય રાયજાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોના સંદેશાઓના સ્ક્રીનશોટ પણ શેર કરાયા હતા. જેની સાથે તેણે લખ્યું, ‘મારો ઇનબોક્સ એવા લોકોના સંદેશાથી ભરેલો છે જેમણે પોતાના ચહેરાની સારવાર એ જ ડર્મેટોલિજસ્ટ પાસે કરાવી હતી અને તેમને પણ ખરાબ રિઝલ્ટ મળ્યા છે.