સાજિદની પત્ની લુબ્નાએ સિક્રેટલી વાજિદને ડોનેટ કરી હતી કિડની, હકીકત જણાવી રડી પડ્યા અમ્મી જાન

બોલિવૂડની પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર બેલડી સાજિદ-વાજિદ તૂટી ગઈ જ્યારે વાજિદ ખાને આ દુનિયાને અલવિદા કહી. ગયા વર્ષે જૂનમાં વાજિદ ખાનનું અવસાન થયું હતું. ચાહકોથી લઈને તેમના પરિવારના સભ્યો સુધી પણ, તેમને ગુમાવવાનું દુ: ખ ભૂલી શકાયા નથી. તાજેતરમાં ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગમાં પહોંચેલા સાજિદ ખાનને ભાઈ વાજિદ ખાનની યાદ આવી. આ સમય દરમિયાન, તેણે પોતાની માંદગી અને સંઘર્ષ વિશે કેટલાક આશ્ચર્યજનક ઘટસ્ફોટ પણ કર્યા છે. શોમાં સાજિદ-વાજિદના માતા(અમ્મી જાન) રઝીના અને સાજીદની પત્ની લુબ્ના પણ હાજર રહી હતી.

સાજિદ ખાનની માતાએ જણાવ્યું હતું કે સાજિદની પત્ની લુબ્નાએ તેની એક કિડની વાજિદને દાન કરી હતી. કિડનીનું 2019માં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ પણ કરાયું હતું. માતા રઝીનાએ કહ્યું કે લુબ્નાએ તેને ગુપ્ત રીતે કિડની દાન કરી હતી. ઈન્ડિયન પ્રો મ્યુઝિક લીગનો આખો એપિસોડ વાજિદને સમર્પિત હતો, જે દરમિયાન તેના પરિવારના સભ્યો ભાવનાશીલ દેખાયા હતા.

સાજીદની માતાએ જણાવ્યું હતું કે ડાયાબિટીઝ હોવાને કારણે સાજિદને કિડની પોતે દાન આપી શકતી ન હતી.તેમણે કહ્યું કે અમારે અમારા સબંધીઓને પૂછ્યું હતું પણ કોઈ આગળ આવ્યું નહીં. લુબ્નાએ તેના તમામ પરીક્ષણો ગુપ્ત રીતે કર્યા અને તેની કિડની દાન કરી. આજના સમયમાં, માતાપિતા પણ આવી રીતે કિડની દાન કરતાં લાખ વાર વિચારે છે પણ લુબ્નાએ પળનો પણ વિચાર કર્યા વિના કિડીની દાન કરી હતી. આટલી વાત કહેતા કહેતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. સાથો સાથ ઓડિયન્સ પણ ભાવનાશીલ બની ગઈ હતી.

આ અંગે લુબિનાએ કહ્યું કે જ્યારે મેં સાંભળ્યું કે કોઈ અન્ય કિડની દાન કરી શકે છે, ત્યારે મેં કોઈને કહ્યું નહીં અને મારા પરીક્ષણો કરાવી લીધા. મેં વાજિદને બધું કહ્યું. મેં તેમને કહ્યું કે જો મેચ થશે તો અમે ટ્રાન્સપ્લાન્ટ કરાવીશું.તેઓ થોડા નારાજ થયા હતા, પણ મેં તેમને એક વાત કહી દીધી કે તમે મારા માટે સૌથી મહત્વપૂર્ણ છો અને આ સાંભળીને તેમની પાસે કોઈ જવાબ ન હતો.