સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટણીમાં કોને કેટલા વોટ મળ્યા? આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ

ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કેપી ખિદમત પેનલનો ભવ્ય વિજય થયો છે. પ્રમુખ પદે મહેબુબભાઈ પલ્લાની જીત થઈ હતી. કેપી ખિદમત પેનલના ઉમેદવારો અને સમર્થકોમાં આનંદ છવાઈ ગયો હતો. સમગ્ર પેનલની જીતનો શ્રેય કેપી ગ્રુપના ફારુક પટેલ, મેમણ સમાજના મોભી એવા ઈલ્યાસભાઈ કાપડીયા(ઈલ્યાસ ભા) અને એંગ્લોના પૂર્વ પ્રમુખ તથા સુરતના સિનિયર એડવોકેટ નસીમ કાદરીને આપવામાં આવી રહ્યો છે.

કેપી ખિદમત પેનલના પ્રમુખ પદના ઉમેદવાર મહેબુબભાઈ પલ્લા જીત્યા હતા. જ્યારે ઉપપ્રમુખ(ગ્રેજ્યુએટ વિભાગ)માં શબ્બીર કાગઝી અને એડવોકેટ ઈકબાલ મલીક(રાજુ મલીક) વિજેતા થયા હતા. ઉપપ્રમુખ(નોન-ગ્રેજ્યુએટ વિભાગ)માં ખાન હયાત ખાન(ખાન માસ્તર) વિજેતા થયા હતા.

જ્યારે સેક્રેટરી(મંત્રી-ગ્રેજ્યુએટ વિભાગ)ના મહત્વના હોદ્દા પર વર્ષોથી જીતતા આવેલા સૈયદ અહમદ બગદાદી આ વખતે હારી ગયા હતા અને મંત્રીના હોદ્દા પર એ.યુ.સૈયદની જીત થઈ હતી. જ્યાર માનદ મંત્રી(ગ્રેજ્યુએટ વિભાગ)માં ઈમ્તીયાઝ અમલા અને નોન-ગ્રેજ્યુએટ વિભાગમાં અ.વહાબ સોપારીવાલા(વહાબ એરો) ભારે મતોથી ચૂંટાઈ આવ્યા હતા.

આ ઉપરાંત કારોબારીના 14 સભ્યોમાં કેપી ખિદમત પેનલના સલીમ અમદાવાદી, વહાબ બેલીમ, અહમદ સાયકલવાલા, અનિશ દેસાઈ, સલીમ ઘડીયાલી, મુશ્તાક ગોલંદાઝ, જાવીદ કડીવાલા, ઐયુબ કાપડીયા(ઐયુબ ગાંધી), ઈબ્રાહીમ કુરૈશી, અસલમ મોબાઈલવાલા, અલીમ પરફેક્ટવાલા, મોઈનુદ્દીન કાદરી, સૈયદ અલી(અલી બાવા) અને મુખ્તાર શેખ વિજેતા બન્યા હતા.