એક લાખ રુપિયા કિલોની શાકભાજીની ખેતી કરનારા ખેડુતની આખરે ખૂલી ગઈ પોલ, જાણો સચ્ચાઈ

આશરે એક લાખ રૂપિયામાં વેચતી શાકભાજીની ખેતી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેની કિંમત પ્રતિ કિલો 80 હજારથી લઈને એક લાખ રૂપિયા કહેવામાં આવી હતી. થોડા દિવસોમાં આ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા અને લોકોએ ધાર્યું કે બિહારનો એક વ્યક્તિ વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતી કરે છે. આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી અને તેની સાથે બે તસવીરો પણ શેર કરી હતી, આ સાથે તેમણે એવી માહિતી પણ આપી હતી કે બિહારના ખેડૂતે વિશ્વની સૌથી મોંઘી શાકભાજીનું વાવેતર કર્યું છે.

સુપ્રિયા સાહુએ ટ્વિટ કર્યું હતું કે ‘બિહારના ઔરંગાબાદ જિલ્લાના રહેવાસી અમરેશસિંહ વિશ્વની સૌથી મોંઘી શાકભાજી હોપ-શૂટની ખેતી કરે છે. ભારતમાં આ પ્રકારની ખેતી પહેલી વખત કરવામાં આવી છે. સુપ્રિયા સાહુ માને છે કે આ શાકભાજી ભારતીય ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

પરંતુ, આ પછી, હિંદી અખબાર દૈનિક જાગરણની તપાસમાં ન તો આ પ્રકારનું ક્ષેત્ર કે ન કોઈ શાકભાજી મળી આવી. અમે વાત કરી રહ્યા છીએ ઔરંગાબાદ જિલ્લાના નવીનગર બ્લોકના કરમદિહ ગામના યુવક અમરેશસિંઘ દ્વારા વિશ્વની સૌથી મોંઘી શાકભાજી હોપ શૂટની કથિત ખેતીની વાવણી વિશે.

જ્યારે ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અમરેશસિંહે કહ્યું કે પાક નાલંદા જિલ્લામાં હતો, લગભગ 172 કિમી દૂર. જ્યારે અખબારની ટીમ નાલંદા ગઈ ત્યારે તેઓએ કહ્યું કે પાક ઔરંગાબાદમાં છે.

ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સૌરભ જોરવાલે દૈનિક જાગરણને કહ્યું, “પટનામાં કેટલાક અધિકારીઓએ હોપ શૂટ પાક વિશે પૂછ્યું. એવું જાણવા મળ્યું કે ઔરંગાબાદ જિલ્લામાં આવી કોઈ ખેતી નથી.”

જાગરણ મુજબ અમરેશસિંહે કાળા ચોખા અને ઘઉં ઉગાડ્યા છે, પરંતુ હોપ શૂટ નહીં.

હોપ શૂટ શું છે?

આ એક બારમાસી છોડ છે. ઉત્તર અમેરિકા અને યુરોપના વતની, હોપ શૂટને ત્યાં સુધી ખેતપેદાશ માનવામાં આવતી નથી કે જ્યાં સુધી તેનો ગુણોને ચકાસી લેવામાં ન આવે. છે. તેનો ઉપયોગ બિયરમાં ફ્લેવર એજન્ટ તરીકે પણ કરવામાં આવે છે. વેબસાઇટ agrifarming.in અનુસાર, હોપ શૂટમાં ‘એન્ટીબેક્ટેરિયલ ઇફેક્ટ્સ’ હોય છે અને તેનો ઉપયોગ હર્બલ મેડીસીન અને ત્યાર બાદ શાકભાજી રુપે કરવામાં એવું માનવામાં આવે છે કે એસિડ માનવ શરીરમાં કેન્સરને ખતમ કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. આ ગુણનાં કારણે તે દુનિયાની સૌથી મોંધી શાકભાજી બની ગઈ છે.