શબ-એ-બરાત: મુસ્લિમો માટે શા કારણે મહત્વની છે આ રાત…

શબ-એ-બરાત અથવા લયલતુલ બરાત એક ઇસ્લામિક તહેવાર છે જેની વિશ્વભરના મુસ્લિમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. માફ કરવા અને માફીની રાત કહેવાય છે. ગુનાઓથી તૌબા કરવાની રાત છે. શબ-એ-બરાત એટલે ક્ષમા અથવા પ્રાયશ્ચિતની રાત અને પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) મક્કા શહેરમાં પ્રવેશ્યા હતા. જેથી આ દિવસની આ રીતે પણ ઉજવણી કરવામાં આવે છે.

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને દરેક મસ્જિદોએ ગાઈડ લાઈનને અનુસરવા માટે લોકોને અપીલ કરી છે અને ભીડ કે ટોળા ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. મહામારીને પગલે લોકોને સાવચેતીના પગલા માટે જાહેર બોર્ડ અને માઈક દ્વારા અપીલ કરવામાં આવી છે.

જાણીતા વિદ્વાન, અબુ જાફરે સમજાવ્યું છે કે ‘શબ’ રાત્રિ માટેનો શબ્દ છે જ્યારે અરબીમાં ‘બરાત’ મુક્તિ અને ક્ષમા માટેનો અર્થ છે. મુસ્લિમો માને છે કે આ રાત્રે સર્વશક્તિમાન તેની અનંત દયા માટે મહેરબાન થાય છે, જેથી લોકો પોતાના પાપોની માફી માંગે છે.

આ રાતમાં અલ્લાહ પોતાન બંદાઓ માટે રહેમતનો ખજાનો ખોલે છે. સારા-નરસાના લેખા જોખા જોવાય છે અને માફી તથા પ્રાયશ્ચિતને અલ્લાહ કબૂલ કરે છે. ઈસ્લામિક મહિના શાબાનુલ મૂબારકને શાન નિરાલી છે અને મહિનામાં ઈબાદત કરનારાઓ પર અલ્લાહની વિશેષ મહેરબાની અને કૃપા થાય છે.઼

શબ-એ-બરાતને ક્ષમાની રાત અથવા પ્રાયશ્ચિતનો દિવસ પણ માનવામાં આવે છે. મુસ્લિમો મધ્ય-શાબનને ઈબાદત અને મૂક્તિની રાત તરીકે ઉજવે છે. ઇમામ શાફી, ઇમામ અબુ હનીફા, ઇમામ ગઝાલી અને ઇમામ સહાફી સહિતના વિદ્વાનોએ મધ્ય શાબાનની રાતને શબ-એ-બરાત તરીકે સ્વીકાર્ય જાહેર કરી છે.

એવું કહેવામાં આવ્યું છે કે પયગમ્બરહઝરત  મુહમ્મદ(સ.અ.વ)એ રમઝાન મહિનો શરૂ થાય તે પહેલાના કેટલાક દિવસો માટે શબાન મહિનાના મોટાભાગ દિવસોમાં રોઝા રાખ્યા હતા.શબ-એ- બરાતમાં લોકો રોઝા રાખે છે. રોઝા ફરજિયાત નથી પણ સ્વૈચ્છિક હોય છે.