પાકિસ્તાનમાં મોટી ઉથલ પાથલ: ઈમરાન ખાનની ખુરશી જોખમમાં, ઈમરાને કહ્યું, “મારા માણસો વેચાયા”

સેનેટની ચૂંટણીમાં ઇસ્લામાબાદ બેઠક પર શરમજનક હાર બાદ ઇમરાન ખાન ખુરશી ગુમાવવા જઈ રહ્યા છે. ગુરુવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇમરાન ખાને સ્પષ્ટ કરી દીધું હતું કે તેમણે હાર માની લીધી છે. શનિવારે બહુમતી પરીક્ષણમાં જતા પહેલા ઇમરાન ખાને સ્પષ્ટ કહ્યું હતું કે તેમના 15-15 સાંસદો વેચાયા છે અને તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. વિપક્ષી નેતાઓને ચોર ગણાવતાં ઇમરાન ખાને કહ્યું કે તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ થયો હતો.

ઇમરાન ખાને કહ્યું, “તેમનો વિચાર હતો કે મારી વિરુદ્વ અવિશ્વાસની તલાવર લટકાવશે અને મને ખુરશી પ્રેમ હશે તો હું તેમની વિરુદ્વના કેસો બંધ કર દઈશ. હું પોતે વિશ્વાસ મત હાંસલ કરવા જઈ રહ્યો છું. હું સંસદમાં વિશ્વાસ માંગીશ. હું મારી પાર્ટીના લોકોને એમ પણ કહું છું કે જો તમે મારી સાથે ન હોવ તો તમારો અધિકાર છે, સંસદમાં તમારો હાથ ઉંચો કરો અને બોલો. કોઈ વાંધો નહીં હું વિપક્ષમાં બેસી જઈશ. ”

પીડીએમના નેતાઓ અને તેમના ભ્રષ્ટાચાર સામે લડત ચાલુ રાખવાની ઘોષણા કરતા ઇમરાન ખાને કહ્યું કે, “હું તેમને જણાવી દઉં કે, આ પીડીએમના મોટા માણસો છે …. તેમને મારો સંદેશ છે. હું સત્તામાં રહું કે ન રહું. મારા જીવનમાં કોઈ ફરક પડશે નહીં. ભલે હું વિપક્ષમાં રહીશ તો પણ હું કોઈને નહીં છોડું. જો હું પણ બહાર થઈશ તો કોમને બહાર કાઢીશ. હું આવા લોકોને દૂર કરીને બતાવીશ. હું જીવીશ ત્યાં સુધી હું દેશના આ દેશદ્રોહીઓ સામે લડતો રહીશ. આ દેશ મહાન દેશ બનશે અને આ ત્યારે બનશે જ્યારે આ બધા ડાકુઓ જેલમાં હશે. ”

ઇમરાન ખાને સેનેટની ચૂંટણીમાં ચૂંટણી પંચ પર ગુપ્ત મતદાનનો આક્ષેપ પણ કર્યો અને કહ્યું કે આનાથી પૈસાથી મતદાન કરનારાઓને બચાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમે જાણો છો કે પૈસાની લેવડદેવડ થઈ છે, તેમ છતાં તમે બધું થવા દીધું. તમે દેશની લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે. ઇમરાન ખાને કહ્યું કે યુસુફ રઝા ગિલાનીએ પૈસા આપીને મતોની ખરીદી કરી છે.

ઇમરાન ખાને દેશની જનતાને કહ્યું કે, જ્યારે સત્તામાં લોકો ચોરી કરે છે, ત્યારે દેશની જનતાને આ ભોગવવું પડે છે. ઇમરાન ખાને કહ્યું, “ગરીબ માણસ ચોરી કરે છે. તે પૈસા કમાય છે. જ્યારે દેશના વડા પ્રધાન અને મંત્રી ચોરી કરે છે, ત્યારે તેઓ દેશને બરબાદ કરે છે.” જો દેશના તમામ ચોરોના રુપુયા ભેગા કરો તો 2 અબજ 3 અબજ રુપિયા નીકળશે. હું વડા પ્રધાન છું, જો હું ઇચ્છું તો હું એક પ્રોજેક્ટમાં અબજો બનાવી શકું છું.  પણ આની કિંંમત પ્રજાએ ચૂકવવી પડે છે.

ઇમરાન ખાને દેશની જનતાને એ પણ કહ્યું હતું કે કેવી રીતે FATF દબાણ હેઠળ છે અને જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે છે, તો દેશ પર અનેક નિયંત્રણો લદાશે. બહારથી આવતી ચીજો મોંઘી થશે અને દેશ વધુ ગરીબીમાં જશે.

નોંધપાત્ર વાત એ છે કે બુધવારે ભૂતપૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ સેનેટની મહત્વપૂર્ણ ચૂંટણીમાં પાકિસ્તાનના નાણાં પ્રધાન અબ્દુલ હાફીઝ શેખને પરાજિત કર્યા હતા. પરિણામને વડા પ્રધાન ઇમરાન ખાન માટે મોટો આંચકો તરીકે જોવામાં આવે છે કારણ કે તેમણે વ્યક્તિગત રીતે તેમના કેબિનેટ સાથીદાર માટે પ્રયત્ન કર્યો હતો.

શાસક પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી (પીટીઆઈ) એ દાવો કર્યો હતો કે તેને 182 સભ્યોનો ટેકો છે જ્યારે સેનેટરની પસંદગી માટે 172 મતોની જરૂરિયાત છે. પાકિસ્તાન ચૂંટણી પંચે (ઇસીપી) એ જાહેરાત કરી હતી કે, યુસુફ રઝા ગિલાનીને 169 મત મળ્યા હતા જ્યારે શેઠને 164 મત મળ્યા હતા. સાત મતો નામંજૂર થયા હતા. કુલ 340 મતદાન થયાં હતાં.