રાંધણગેસના બાટલામાં 25 રુપિયાનો ફરી ઝીંકાયો ભાવ વધારોઃ પ્રજા ત્રાહિમામ

આજે પણ રાંધણગેસના ભાવોમાં રૃા. રપ નો વધારો ઝીંકી દેવાતા પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. હજુ ગત્ મહિને કરાયેલી ૧૦૦ ના તબક્કાવાર વધારા પછી આજે ફરી કમરતોડ વધારો ઝીંકાયો છે.

આજે ફરી એક વખત ગેસના બાટલામાં રૃા. રપ નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. પરિણામે જામનગરમાં ગેસના બાટલાનો ભાવ ૮૩૧.પ૦ નો થયો છે.

માર્ચ માસના પ્રારંભે જ ગેસના બાટલામાં વધારાનો ઝાટકો સરકાર દ્વારા લોકોને આપવામાં આવ્યો છે. હજુ ત્રણ દિવસ પહેલા જ ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા દર પંદર દિવસે કરવામાં આવે છે, પરંતુ ગત્ માસમાં ત્રણ વખત ભાવ વધારો કરી રૃા. ૧૦૦ નો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આથી લોકોમાં દેકારો બોલી જવા પામ્યો હતો. હજુ તો તેની કળ વળી નથી, ત્યાં જ આજે ફરી વખત રપ રૃપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

આમ છેલ્લા ચાર અઠવાડિયામાં ચોથી વખત વધારો કરી કુલ રૃા. ૧રપ નો ભાવ વધારો ઠપકારી દેવાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

આજના ભાવ વધારા પછી જામનગરમાં બાટલાનો ભાવ રૃા. ૮૩૧.પ૦ નો થયો છે.