બંગાળ, આસામ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, ક્યા રાજ્યમાં કેટલા તબક્કામાં મતદાન થશે?

ચૂંટણી પંચ દ્વારા  પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્ર શાસતિ પ્રદેશ પુડુચેરી છે. ચૂંટણી યોજાનારા રાજ્યોમાં રાજકીય ગરમાવો શરૃ થઈ ગયો છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

બંગાળની ચૂંટણી

 • પ્રથમ તબક્કાનું મતદાન-27 માર્ચ
 • બીજા તબક્કાનું મતદાન-પહેલી એપ્રિલ
 • ત્રીજા તબક્કાનું મતદાન-6 એપ્રિલ
 • ચોથા તબક્કાનું મતદાન-10 એપ્રિલ
 • પાંચમા તબક્કાનું મતદાન-17 એપ્રિલ
 • છઠ્ઠા તબક્કાનું મતદાન-22 એપ્રિલ
 • સાતમા તબક્કાનું મતદાન-26 એપ્રિલ
 • આઠમા તબક્કાનું મતદાન-29 એપ્રિલ
 • પરિણામ-બીજી મે

આસામની ચૂંટણી

 • પ્રથમ તબક્કાનું મતદાન-27 માર્ચ
 • બીજા તબક્કાનું મતદાન-પહેલી એપ્રિલ
 • ત્રીજા તબક્કાનું મતદાન-6 એપ્રિલ
 • પરિણામ-બીજી મે

તામિલનાડુની ચૂંટણી

 • મતદાન-6 એપ્રિલ
 • પરિણામ-બીજી મે

કેરળની ચૂંટણી

 • મતદાન-6 એપ્રિલ
 • પરિણામ-બીજી મે

પુડુચેરીની ચૂંટણી

 • મતદાન-6 એપ્રિલ
 • પરિણામ-બીજી મે

રાજ્યમાં હાલમાં તૃણમુલ કોંગ્રેસનું શાસન છે. 2016 ની ચૂંટણીમાં ટીએમસી એ 211 બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યમાં આ વખતે સમગ્ર તાકાત લગાવી રહેલા ભજપ માત્ર ત્રણ સીટ જ મેળવી શક્યું હતું. અન્યના ખાતમાં ચાર બેઠકો આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 42 માંથી 28 સીટ જીતી હતી. એટલા માટે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ સમગ્ર તાકાત લગાવી દીધી છે. આ વખતે ચૂંટણી ટીએમસી વી. બીજેપી થઈ ગઈ છે. અહીં કોંગ્રેસ, ડાબેરીઓ અને ભારતીય સેક્યુલર મોરચા વચ્ચેનું જોડાણ લગભગ નિશ્ચિત છે. ફૂરફૂરા શરીફના ભારતીય સેક્યુલર મોરચાને 30 બેઠક આપવામાં આવી છે. ચૂંટણી પંચ અનુસાર પ. બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે.

આસામમાં ગત્ વખતે એટલે કે વર્ષ 2016 માં અહીં ભાજપની સરકાર બની હતી. તેને 86 બેઠક મળી હતી. કોંગ્રેસને 26 બેઠક મળી અને એઆઈયુડીએફને 13 બેઠક મળી હતી. અન્ય પાસે એક બેઠક હતી. આસામમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે.

તામિલનાડુમાં 134 બેઠક જીતીને એઆઈડીએમકે ગઠબંધને સરકાર બનાવી હતી. ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી. અહીં  એક જ તબક્કામાં મતદાન યોજાશે.

દેશમાં લેફ્ટનો છેલ્લો ગઢ બનેલા કેરળમાં 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. અહીં ગઠબંધનની સરકાર છે. લેફ્ટની 91 અને કોંગ્રેસની 47 બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં 1-1 બેઠક છે. કેરળમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે.

પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશની 30 બેઠક છે. અહીં વિધાનસભામાં ત્રણ નામાંકિત સભ્યો હોય છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા અઠવાડિયે જ ઘણાં ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, જે કારણે સરકાર પડી ગઈ હતી. સીએમ નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. અહીં એક તબક્કામાં મતદાન યોજાશે.