મુકેશ અંબાણીના ઘર પાસેથી મળી આવી વિસ્ફોટકો સાથેની કાર, હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી મોટા ધનકૂબેર એવાં બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર પાસેથી એક શંકાસ્પદ કાર મળી આવી છે. પોલીસ, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટીલાય હાઉસ પાસે પહોંચી ગઈ છે અને કારની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શંકાસ્પદ કાર મળી આવતા દેશભરમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. કારને લઈ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ષડયંત્રકારો કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે મુંબઈ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શંકાસ્પદ કરાને કબ્જામાં લઈ પોલીસે તપાસ શરુ કરી દીધી અને કારની માલિકી અંગે તપાસનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. મુકેશ અંબાણીના ઘર પાસે આ કાર લઈને કોણ આવ્યું હતું અને તેમનો ઈરાદો શું હતો તે અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો બહાર આવી શકે છે.