થાણેનાં બાલકુમમાં મેટ્રો શેડનો પિલ્લર તૂટી પડ્યો? જાણો વાયરલ થયેલા વીડિયોની હકીકત

આજે સાંજે થાણેના બાલકુમ ખાતે મેટ્રો ટ્રેનનાં શેડની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મેટ્રોનું શેડ કડડડભૂસ થતાં સંખ્યાબંધ કારો ચગદાઈ જવા પામી હોવાનો વીડિયો વાયરલ થયો છે. પણ હકીકતમાં આ વીડિયો 2018માં વારાણસીમાં તૂટી ગયેલા બ્રિજનો વીડિયો છે.

એટલે કે થાણેમાં કોઈ પિલ્લર તૂટી ગયો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ કરતાં માલમ પડ્યું છે કે સોશિયલ મીડિયામાં 2018ની ઘટનાનો વીડિયોને વાયરલ કરવામાં આવ્યો અને તેને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.