આપના વિજયની ઉજવણીમાં કેજરીવાલ સુરત આવી રહ્યા છે, આ છે કાર્યક્રમની સંપૂર્ણ વિગત

આમ આદમી પાટીઁના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ આવતીકાલે સુરત આવી રહ્યા છે. સુરતમાં કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવા માટે આપના કાર્યકરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

કેજરીવાલના કાર્યક્રમની સંપૂર્ણ વિગત…

સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન પાર્ટીના પદાઘીકારીઓ/કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત..

એરપોર્ટથી સર્કીટ હાઉસ જશે ત્યા અગત્યના સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજાશે

બપોરે 3:00 વાગે સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે

રોડ શો રુટ

પ્રસ્થાન: મીનીબજાર (માનગઢ ચોક)હિરાબાગ,રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પુર્ણાહૂતિ અને જનસભાને સંબોઘન

સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે