જાણો સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ કેટલી બેઠકો પર છે આગળ?

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી શરુ કરી દેવામાં આવી છે. પ્રારંભિક મતગણતરીમાં બહાર આવેલા ટ્રેન્ડમાં ભાજપ સૌથી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી દીધું છે.જ્યારે કોંગ્રેસે પણ કેટલીક બેઠકો પર આગળ ચાલી રહી છે.
વોર્ડ 2 માં આપની પેનલ આગળ
વોર્ડ 8 માં આપની પેનલ આગળ
વોર્ડ 4 માં આપની પેનલ આગળ
વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ
વોર્ડ 29 માં કોંગ્રેસ આગળ
વોર્ડ 10 માં ભાજપની પેનલ આગળ
21માં ભાજપની પેનલ આગળ
વોર્ડ 25માં કોંગ્રેસની પેનલ આગળ
સુરતના વોર્ડ નંબર 23માં ભાજપની જીત

સુરતમાંથી મળી રહેલા અહેવાલો પ્રમાણે સુરતમાં 18 સીટ પર આપ આગળ છે, જ્યારે 40 સીટ પર ભાજપ અને કોંગ્રેસ 10 સીટ પર આગળ છે.