અમદાવાદમાં ભાજપનો વિજય ડંકો, સત્તાનું કરશે પુનરાવર્તન

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ કોંંગ્રેસનો દાટ વાળ્યો છે અને અમદાવાદમાં ભાજપે ફરી એક વાર ભવ્ય જીત હાંસલ કરી છે. અમદવાદમાં ભાજપે કોંગ્રેસ, આપ અને ઓવૈસીની પાર્ટીને ધૂળ ચાટતા કરી દીધા છે.

અમદાવાદમાં 119 બેઠક જીતી ભાજપ સત્તાનું કરશે પુનરાવર્તન, પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર, ચાંદખેડા પણ ન ફળ્યું .

કોંગ્રેસના અનેક નેતાઓ હારી ગયા છે. જ્યારે દાણીલીમડા, દરિયાપુર સહિતના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ મીમ, આપ અને ભાજપ સામે ટક્કર ઝીલીને જીત હાંસલ કરી છે.