ભાજપ માટે રેડ એલર્ટ: “આપ”ની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી : સુરતમાં 23 બેઠકો કબ્જે કરી, પાટીલને હોમટાઉનમાં મોટો આંચકો

ગુજરાત મહાનગરપાલિકાઓના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. ત્યારે, જે વાતની કોઈને કલ્પના પણ ન હતી તે થયું છે. સુરતથી સૌના આશ્ચર્ય આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટીને એક બે નહિ પરંતુ પુરે પુરી 23 બેઠકો પર જીત મેળવી છે.

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. વોર્ડ નંબર 4માં આપના કુંદનબેન કોઠીયા સહિતના ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કે વોર્ડ નંબર 16માં વિપુલ મોવલિયા સહિતના ઉમેદવારોની જીત થઇ છે. તો સાથે સાથે, વોર્ડ નંબર 4 પર પણ આપની પેનલનો ભવ્ય વિજય થયો છે. તો, સુરતના વોર્ડ નં 16માં આમ આદમી પાર્ટીની આખીયે પેનલ વિજેતા બની છે.

વોર્ડ નંબર 2, 4, 5, 16 અને17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. હાલ ભાજપ 58 તો આપ 23માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.