સુરતમાં કોંગ્રેસ પર ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું, 93 સીટ જીતી, AAP 27 અને કોંગ્રેસ ઝીરો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જડતાપૂર્વકના વલણના કારણે રકાસ થયો છે. 120 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. પાસની એક વધુ ટિકિટ સુરત શહેર કોંગ્રસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. સુરતમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. આ કારમી હારની જવાબદારી સ્વીકારી પક્ષપ્રમુખ પદેથી બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે.30 વર્ષ પછી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. છેલ્લી છ ટર્મથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સોલંકીની સાથે વિપક્ષ નેતા પપન તોગડીયા સહિતના નેતાઓ હારી જતાં કોંગ્રેસ જડમૂળમાંથી પાલિકામાંથી નીકળી ગઈ છે.36 બેઠકો ગત વખતે મળવવનાર કોંગ્રેસ હાલ શૂન્યથી આગળ વધી શકી નથી.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. સુરતમાં કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ કોર્પોરેટરોની હાર થઇ છે. સુરતમાં ૪કોંગ્રેસની એક પણ સીટ મળી નથી ત્યારે સુરત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. બાબુ રાયકાએ રાજીનામું આપ્યું તેમાં જનાવ્યુ હતું કે કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે. ચુંટણીમાં જનતા આપેલા ચુકાદાને માન્ય રાખું છું અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થયેલી કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી તમામ પદેથી રાજીનામું આપું છું

પાલિકામાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થઈ ગયો છે. ભાજપને આપ અને કોંગ્રેસની લડાઈનો ફાયદો ચોક્કસ થયો છે. જો કે સૌથી વધુ વકરો એટલો નફો આપને થયો છે. આપની સીટ બે આંકડામાં માનવામાં આવતી હતી ત્યાં રાજકીય પંડિતો પણ ખોટા સાબિત થયા છે અને આપની સીટો 27 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે ગત વિધાનસભામાં કોંગ્રેસે જીતેલી 36 બેઠકમાંથી હાલ શૂન્ય પરથી કોંગ્રેસ આગળ વધી શકી નથી. સૌથી વધુ ગુજરાતમાં આપની બેઠકો સુરતમાં મળી છે. સુરત પાલિકામાં વિરોધ પક્ષમાંથી કોંગ્રેસ આઉટ થઈ છે અને ત્યાં હવે આપના કાઉન્સિલરો બેસશે.