ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચુંટણીના ઉમેદવારી ફોર્મ આવતીકાલથી ભરાશે

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ એટલે કે પહેલી ફેબ્રુઆરીથી 6 મહાનગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરુઆત થવા જઈ રહી છે.

ચૂંટણી પંચે આ પહેલાં ચૂંટણી માટેની તારીખોનું એલાન કર્યું હતું. ચૂંટણી પંચે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરતાંની સાથે જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

ચૂંટણીનો કાર્યક્રમ

  • જાહેરનામું પ્રસિદ્ધ, ઉમેદવારી ભરાવાનું શરૂ – 1 ફેબ્રુઆરી 2021
  • ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ – 6 ફેબ્રુઆરી 2021
  • ઉમેદવારી પત્રોની ચકાસણી – 8 ફેબ્રુઆરી 2021
  • ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ – 9 ફેબ્રુઆરી 2021
  • મતદાનની તારીખ – 23 ફેબ્રુઆરી 2021 (સવારે 7થી સાંજે 6)
  • પુન: મતદાન (જરૂર પડ્યે) – 22 ફેબ્રુઆરી 2021
  • મતગણતરી તારીખ – 23 ફેબ્રુઆરી 2021
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ તારીખ – 26 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં મુખ્યત્વે ફાઈટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ ઉપરાંત અન્ય પક્ષોમાં એનસીપી, આમ આદમી પાર્ટી, સપા, બસપા તથા ઔવેસીની મીમ પણ ઝંપલાવી રહી છે. એવું મનાય છે કે આ વખતે અપક્ષોનો રાફડો ફાટશે.