દુનિયાનાં 180 દેશોમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં ભારત છે 86મા ક્રમેઃ 100 માંથી 40 પોઈન્ટ

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સ્પેશન ઈન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા ઊઠાવેલા પગલાંઓના આધારે વિશ્વના ૧૩૦ દેશોની રેન્કિંગ તૈયાર કરી છે. આ રેન્કિંગમાં ભારત ૮૬ મા ક્રમે છે. તેવી રીતે પાડોશી દેશ ચીન ૭૮ મા, પાકિસ્તાન ૧ર૪ મા અને બાંગ્લાદેશ ૧૪૬ મા સ્થાને છે.

દર વર્ષે વિશ્વના દેશોનું કૌભાંડ પર ઈન્ડેક્સ તૈયાર કરનાર આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ચાલુ વર્ષે કોવિડ ૧૯ મહામારી સામે મુકાબલો કરતી વખતે થયેલા ભ્રષ્ટાચાર પર વિશેષ જોર આપ્યું છે. આ માપદંડમાં બાંગ્લાદેશ એકદમ છેલ્લે પછડાયું છે. સંસ્થાના અધ્યક્ષ ડેલિયા ફેરેરા રૃબિઓએ જણાવ્યું કે, ‘કોવિડ-૧૯ માત્ર સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ જ નથી, તે ભ્રષ્ટાચારનું સંકટ પણ છે જેનો આપણે હાલમાં સામનો કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છીએ.’

જો કે, આ રેન્કિંગમાં ૧૦૦ માંથી ૮૮-૮૮ પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડ અને ડેનમાર્ક ચોટ પર છે. તે જ સમયે ભારતને ૧૦૦ માંથી ૪૦, ચીન ૪ર, પાકિસ્તાન ૩૧ અને બાંગ્લાદેશને માત્ર ર૬ પોઈન્ટ મળ્યા છે. અન્ય એક પાડોશી દેશ અફઘાનિસ્તાને ૧૦૦ માંથી ૧૯ પોઈન્ટ મેળવીને ૧૬પ રેન્ક મેળવ્યો છે, જો કે તે ર૦ર૧ થી અત્યાર સુધી ૧૧ સ્થાનો પર ચઢવામાં સફળતા મેળવી છે અને આ મામલામાં એશિયન દેશોમાં અગ્રેસર છે.