31 જાન્યુઆરી સુધીમાં કોંગ્રેસ પ્રથમ તબક્કા માટેના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા

આગામી યોજાનારી 6 મહાનગરોની ચૂંટણીમાં 50 ટકા યુવાઓ/નવા ચહેરાને તક આપવા માટે પાર્ટીએ મન બનાવી લીધું છે. કોંગ્રેસે સૌ પ્રથમ તો જે તે મનપામાંથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા હતા. એ પછી જે તે દાવાઓને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને હવે ત્રીજા તબક્કામાં પાર્ટીના હોદ્દેદારો નામોની આખરી ઓપ આપવાની કવાયતમાં લાગી ગયા છે.

ૉહાલમાં કોંગ્રેસને દર વખતની જેમ ચૂંટણી પહેલા જ પક્ષપલટાનો ડર સતાવી રહ્યો છે.જેના કારણે જે તે ઉમેદવારો પાસેથી 2 નેતાની બાહેંધારી માંગવામાં આવી રહી છે કે તેઓ ચૂંટાયા પછી પક્ષપલટો નહીં કરે, જેને લઇને અંદરોઅંદર કચવાટ વ્યાપ્યો છે.

કોંગ્રેસમાં દર ચૂંટણીમાં જે રીતે બળવો થાય છે તેને નાથવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ શાહ્નની ગુજરાતના નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. જેઓ કોંગ્રેસ પક્ષમાં થતા મોટાપાયે ડખા, વાદ-વિવાદ ઉભા થાય છે તેને શાંત પાડવા ડેમેજ કંટ્રોલની ભૂમિકા અદા કરશે. આમ ગુજરાતમાં સવ્રપ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આ નીતિ અપનાવવામાં આવી છે.