ગુજરાતમાં કોરોનાનાં નવા 353 કેસ, કુલ કેસ 2,60,220, વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 4,382

ગુજરાતમાંથી કોરોનાનાં વળતા પાણી થઈ રહ્યા છે. પાછલા ચોવીસ ક્લાક દરમિયાન રાજ્યમાં કોરોનાનાં નવા 353 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,60,220 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં પાછલા ચોવીસ ક્લાકમાં વધુ એકનું મોત થયું છે અને કુલ મૃત્યુઆંક 4,382 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત પાછલા ચોવીસ ક્લાકમાં 462 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

આજે 3787 વ્યક્તિઓને રસી અપાઈ હતી. અને અત્યાર સુધી કુલ 95,909 વ્યક્તિઓને રસી અપાઈ ચૂકી છે. રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ 96.79 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં કુલ 2,51,862 વ્યક્તિઓએ કોરોનાને પરાજ્ય આપ્યો છે.

કોરોના કેસોની જિલ્લાવાર માહિતી જોઈએ તો, અમદાવાદમાં 75 કેસ, એકનું મોત, વડોદરામાં 75, રાજકોટમાં 64, સુરતમાં 47 કેસ, ગાંધીનગરમાં 9, જામનગરમાં 5, જૂનાગઢમાં 8 કેસ,ભાવનગરમાં 4, પંચમહાલ – સાબરકાંઠામાં 9 – 9 કેસ, મોરબીમાં 6, ભરૂચ – કચ્છ – નર્મદામાં 5 – 5 કેસ, ગીર સોમનાથમાં 4, અમરેલી – આણંદમાં 3 – 3 કેસ, દ્વારકા – ખેડામાં 3 – 3, મહિસાગરમાં 2 કેસ, મહેસાણા – પાટણમાં 2 – 2, અરવલ્લીમાં 1 કેસ, છોટા ઉદેપુર અને દાહોદમાં 1 – 1 કેસ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1 – 1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3976 પર પહોંચી છે. અને 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 3933 વ્યક્તિઓ સ્ટેબલ છે. અને મૃત્યુનો કુલ આંક 4382 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં એક વ્યક્તિએ કોરોના સામેની લડાઈમાં જીવ ગુમાવ્યો છે.