ચૂંટણીને કોંગ્રેસ કોર્ટમાં પડકારશે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહી આવી વાત

ગુજરાતમાં આજથી આચાર સંહિતા લાગી ગઈ છે. કારણ કે, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે. રાજ્ય ચૂંટણી પંચે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. જે અંતર્ગત બે તબક્કામાં આ ચૂંટણી યોજાશે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બાદમાં નગરપાલિકા તથા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. જ્યારે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચે મતગણતરી યોજાશે.

સ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે ચૂંટણી પંચે બે અલગ અલગ તારીખે મતગણતરી કરવાનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજવાના છે. જેની સીધી અસર મનપાના પરિણામો પર આવશે.

ચૂંટણી પંચે આજે જાહેર કરેલી તારીખોને લઈને કોર્ટે અગાઉ આપેલા ચૂકાદાને યાદ કરાવતા કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે. આજે જાહેર કરેલી તારીખોમાં બે અલગ અલગ તારીખોએ મતગણતરી યોજાવાની છે. જેમાં મનપાની ચૂંટણીના પરિણામોનો ફાયદો સીધી રીતે ભાજપને થઈ શકે છે. તેવો પણ એક આક્ષેપ લાગી રહ્યો છે. ત્યારે આ બાબતની ગંભીરતા જોઈ અમિત ચાવડાએ ટ્વીટ કર્યુ છે.