ગુજરાતમાં કોરોનાનાં નવા 423 કેસ, કુલ કેસ 2,58,687, વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 4375

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાકમાં કોરોનાનાં નવા 423 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,58,687 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં વધુ એક દર્દીએ અંતિમ શ્વાસ લેતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4375 એ પહોંચ્યો છે. જ્યારે 702 લોકોએ પાછલા ક્લાકમાં કોરોનાને પરાજ્ય આપ્યો છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.39 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 81, સુરત કોર્પોરેશન 75, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા 22, સુરત 17, રાજકોટ 13, કચ્છ 11, ભાવનગર કોર્પોરેશન 7, જુનાગઢ 7, ગાંધીનગર 6, ખેડા 6, મહેસાણા 6, ગાંધીનગર કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 5, અમદાવાદ 4, આણંદ 4, ગીર સોમનાથ 4, મોરબી 4, અરવલ્લી 3, બનાસકાંઠા 3, દાહોદ 3, પંચમહાલ 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, ભરૂચ 2, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2, જુનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, નર્મદા 2, અમરેલી 1, જામનગર 1, નવસારી 1, પોરબાંદર 1, તાપી 1 કેસ નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણવ્યા પ્રમાણે પાછલા ચોવીસ ક્લાકમાં સારવાર હેઠળના 1 દર્દીનું મોત થયાનું સ્વીકાર્યુ છે. આ મોત અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયું છે. આમ આજે વિતેલા 24 કલાકમાં એકનું મોત નિપજ્યું છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4375 પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,49,352 નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 4960 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 50 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 4910 સ્થિર છે.