CM રુપાણીની મોટી જાહેરાત, ગુજરાત ભરમાંથી આરઆર સેલ બંધ, એસપીને અપાશે વધુ સત્તાઓ

ગુજરાતમાં આર.આર.સેલ નાબુદ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી છે. રાજ્યની દરેક પોલીસ દરેક રેન્જમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આરઆર એસ શરુ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ રેન્જનાં કાંડ બાદ પગલું ભરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આર.આર.સેલનો જમાદાર લાંચ લેતા ઝડપાયો હતો. જમાદાર પકડાતા આરઆર સેલની કામગીરીની સમક્ષી કરવામાં આવી હતી અને તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે રાજ્યભરમાં 1995થી આરઆર સેલ કાર્યરત રહ્યો હતો.  આર.આર.સેલનું વિસર્જન થતાં પોલીસમેનો જિલ્લામાં ફળવવામાં આવનાર છે. આ ઉપરાંત દરેક જીલ્લાનાં એસ.પી.ને વધુ સત્તાઓ આપવામાં આવશે.