સુરત: 6 યુવકો તાપી નદીમાં ઝીંગા પકડવા ગયા અને બોટ પલટી ખાઈ ગઈ, બેનાં મોત

સુરતમાં માછીમાર કરતાં યુવકો મોત ભેટી ગયું હતું. યુવકો સુરતના અમરોલી બ્રિજ પાસે નદીમાં ઝીંગા પકડવા માટે ગયા હતા અને બોટ ઉંધી વળી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

નાની બોટમાં યુવાનો ઝીંગા પકડવા માટે ગયા હતા. નદીમાં માછીમારી કરતા સમયે બોટે પલટી મારી હતી અને સંતુલન ગુમાવ્યું હતું. બોટનું સંતુલન ડામાડોળ થતાં યુવાનો પૈકી ચારને બચાવી લેવામાં આવ્યા હતા પણ બે યુવાનોનું તણાઈ જવાના કારણે મોત થયુ હતું.

મહત્વની વાત એ છે કે ફાયર બ્રિગેડે સમયસર જાણ કરવામાં આવતા ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને ચાર યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે કમનસીબે બે યુવાનો છીછરા પાણીમાં ખૂંપાઈ જતાં તેમને બચાવી શકાયા ન હતા.

પલટી માર્યા બાદ બોટ નદીમાં ડૂબી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ ઉપરાંત કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.
સુરત:તાપી નદીમાં બોટ ડૂબી જતાં બે ના મોત