ગુજરાતમાં કોરોનાનાં નવા 471 કેસ, કુલ કેસ 2,57,813, વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 4371

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 471 કેસો નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સાથે જ કુલ મૃત્યુઆંક 2,57,813 પર પહોંચી ગયો છે. જ્યારે 727 દર્દીઓએ પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાને હરાવ્યો છે.

કોરોનાનાં કેસોન કુલ આંક 2,57,813 પર પહોંચ્યો છે. જ્યારે 4371 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 2,49,950 વ્યક્તિઓ રિકવર થયા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5491 પર પહોંચી છે. જેમાં 52 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. તો 5439 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ 96.17 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલાં કોરોના કેસોની જિલ્લાવાર વિગતો જોઈએ તો અમદાવાદમાં 95 કેસ, એકનું મોત થયું હતું. સુરતમાં 91, વડોદરામાં 106, રાજકોટમાં 59 કેસ, ગાંધીનગરમાં 14 અને જૂનાગઢમાં 10 કેસ, જામનગર અને ભાવનગરમાં 7 – 7 કેસ, કચ્છમાં 10, આણંદ – મોરબીમાં 8 – 8 કેસ, ભરૂચમાં 7, અમરેલી – દાહોદમાં 6 – 6 કેસ, ગીર સોમનાથ – ખેડામાં 6 – 6, નર્મદામાં 5 કેસ, નવસારી – પંચમહાલમાં 5 – 5, સાબરકાંઠામાં 4 કેસ, દ્વારકા – મહેસાણામાં 3 – 3, અરવલ્લીમાં 2 કેસ, બનાસકાંઠા – મહિસાગરમાં 2 – 2, પાટણમાં 1 કેસ, છોટા ઉદેપુર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 1 – 1 કેસ નોંધાયો હતો.

રસીકરણની વાત કરીએ તો, 16 તારીખથી આજ દિન સુધી રાજ્યમાં કુલ 35,851 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આજે રાજ્યમાં કુલ 161 કેન્દ્રો પર 12,487 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અને ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે કોરોનાની રસીને કારણે રાજ્યમાં એકપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળી નથી.