12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ નોંધી લે, આ તારીખ સુધીમાં પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાના રહેશે

કોરોના રસીકરણની વચ્ચે ગુજરાત સરકારે બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ માટે બોર્ડ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો માટે ઓન લાઈન આવેદન આપવાની તારીખ જાહેર કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ વર્ષ-20121 બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ 21 જાન્યુઆરીથી 20મી ફેબ્રુઆરીના રાત બાર વાગ્યા સુધીમાં બોર્ડની વેબસાઈટ gseb.org પર ભરવાના રહેશે.

આ ઉપરાતં વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપીટર વિદ્યાર્થીના આવેદનપત્રો પણ ફરજિયાપણે ઓનલાઈન ભરવાના રહેશે. કોરોનાના સમયકાળમાં બોર્ડ દ્વારા પરીક્ષાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન સાથે પરીક્ષા લેવા માટે આગોતરી તૈયારી કરી ચૂકી છે.