રસીકરણ અંગે કોંગ્ર્સે પહેલાં જ દિવસે ઉઠાવ્યા સવાલ, કહ્યું, રસી સલામત છે તો સરકારમાં કેમ કોઈએ મૂકાવી નહીં?

આખરે શનિવારે એ પળ આવી ગઈ જેનો લાંબા સમયથી ઈન્તેજાર હતો. લાખો લોકો આતુરતાપૂર્વક એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. કોરોના સામે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં થઈ છે. જો કે, રસીકરણ શરૂ થયાના કલાકોમાં જ કોંગ્રેસે આ અભિયાન અંગે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે ઘણા જાણીતા ડોક્ટરોએ કોવાક્સિનની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે વિશ્વભરના ઘણા નેતાઓએ આગળ આવીને પોતાને રસી મૂકાવી છે, પરંતુ ભારતની સરકાર સાથે સંકળાયેલા કોઈ નેતાએ તેમ કર્યું નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ રસીના ઉપયોગને મંજૂરી આપવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા માટે કોઈ નીતિ માળખું નથી. મનીષ તિવારીએ કહ્યું, “ઘણા જાણીતા ડોકટરોએ સરકારને કોવાક્સિનની અસરકારકતા અને સલામતી અંગે સવાલ કર્યા છે અને કહ્યું છે કે તેઓ કઈ રસી લેવી તે પસંદ કરી શકશે નહીં. તે સંમતિના સંપૂર્ણ સિદ્ધાંતની વિરુદ્ધ છે. ” તેમણે વધુમાં કહ્યું કે, જો રસી એટલી સલામત અને વિશ્વસનીય છે અને તેની અફેક્સી સવાલથી પર છે તો પછી સરકાર સાથે સંકળાયેલા કોઈએ પણ પોતાના રસીકરણ માટે આગળ આવ્યા ન  હોય તેવું કેવી રીતે થઈ શકે. જ્યારે વિશ્વના અન્ય દેશોમાં પણ એવું જ થયું છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારીએ પણ કોવાક્સિનની મંજૂરી અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કોવાક્સિનની એક અલગ બાબત છે. તે યોગ્ય પ્રક્રિયા કર્યા વિના પાસ થઈ ગઈ છે. રસીકરણની શરૂઆત પર તિવારીએ ટ્વિટ કર્યું હતું કે રસીકરણ શરૂ થઈ ગયું છે અને તે એક વિચિત્ર વાત છે કે ભારત પાસે કટોકટીના ઉપયોગને અધિકૃત કરવા માટે કોઈ નીતિ માળખા નથી. જો કે, કટોકટીમાં બે રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ થોડા સમય પહેલા કોવાક્સિન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કોવિડ -19 રસી કોવાક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ બાકી છે. આવી સ્થિતિમાં, તેના કટોકટી ઉપયોગની મંજૂરી ચિંતામાં વધારો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીયો બોડી બામણીનું ખેતર નથી. તેમણે કહ્યું હતું કે જ્યારે કોવાક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂર્ણ થઈ નથી, ત્યારે તે તેની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા કરે છે.