પૂજાપાઠ અને નારિયળ ફોડી કોવિશિલ્ડ વેક્સીનના જથ્થાનું સુરતમાં સ્વાગત

કોરોનાની મહામારીને લઈને વર્ષ 2021માં રાહતના સામાચાર સામે આવ્યા હતા. હવે દેશમાં આગામી 1 તારીખથી વિશ્વનું સૌથી વેક્સીનેશન શરુ થનાર છે. વેક્સીનનો જથ્થો ગુજરાત બાદ આજે સુરત પહોચ્યો છે.સુરતમાં સિવિલ હોસ્પિટલના સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે.

પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93,500 ડોઝ સપ્લાઇ થયો છે. તેમાંથી 30 હજાર જથ્થાનો ડોઝ સુરતને ફાળવવામાં આવ્યો છે.

મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટે ના લાભાર્થી 33,336 હેલ્થ વર્કરો તેમજ ફ્રન્ટ લાઇનર્સને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના રસીના ડોઝની સપ્લાઈ પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે થશે.સુરતમાં વેક્સીનના જથ્થાનું પરંપરાગત રીતે વધામણા કરવામાં આવ્યા હતા.

સુરત કલેકટર, આરોગ્ય પ્રધાન, ધારાસભ્યો, સાંસદો સહિતના અનેક મહાનુભવો હાજર રહ્યા હતા. આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ નારિયળ ફોડી વેક્સીનના જથ્થાનું સ્વાગત કર્યું હતું.