પૂણેની સિરમ ઇન્સ્ટિટયૂટ ખાતેથી કોરોનાની કોવિશિલ્ડ વેકસીનના 94,500 જેટલા ડોઝ વડોદરા લવાયા

વડોદરાથી પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાને વેકસીન મોકલવામાં આવશે. વેકસીનને વેલકમ’ કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે કોવિશિલ્ડ રસીને 2 થી 8 ડિગ્રીના તાપમાને શીતાગાર કેન્દ્રમાં રાખવામાં આવશે. નાગરિકોને કોરોના વેકસીનને સહજ રીતે સ્વીકાર કરવા માટે  ગુજરાત વિધાનસભાના રાજેન્દ્ર ત્રિવેદીએ અનુરોધ કર્યો છે. વડોદરા ખાતે કોવિશિલ્ડ વેકસીનના 94,500 જેટલા ડોઝ આવી પહોંચ્યા હતા.
16મી તારીખથી સમગ્ર દેશમાં રસીકરણનો મહાઅભિયાન શરુ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ વેક્સીનનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રથમ જથ્થાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે.

નોંધનીય છે કે કોરોના વેક્સીન પ્રથન ફ્રન્ટ લાઈનર અને હેલ્થ કર્મચારીઓને આપવામાં આવશે ત્યાર બાદ અન્ય સરકારી વિભાગના કર્મચારીઓને અપાશે અને ત્યાર પછી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને આપવામાં આવશે.