ગુજરાતમાં કોરોનાનાં નવા 583 કેસ, કુલ કેસ 2,53,744, વધુ ચારનાં મોત, કુલ મૃત્યુઆંક 4354

ગુજરાતમાં કોરોનાનાં નવા 583 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,53,744 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં વધુ ચાર લોકોએ અંતિમ શ્વાસ લેતા કુલ મૃત્યુઆંક વધીને 4354 એ પહોંચ્યો છે. જ્યારે 792 લોકોએ પાછલા ચોવીસ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.44 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,77,292 છે, જે પૈકી 4,77,116 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 113 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

અમદાવાદ કોર્પોરેશન 111, સુરત કોર્પોરેશન 85, વડોદરા કોર્પોરેશન 81, રાજકોટ કોર્પોરેશન 66, વડોદરા 26, રાજકોટ 18, આણંદ 16, સુરત 13, જામનગર કોર્પોરેશન 12, કચ્છ 12, મહેસાણા 12, અમરેલી 10, ભાવનગર કોર્પોરેશન 9, ખેડા 9, ગાંધીનગર 8, ગાંધીનગર કોર્પોરેશન 8, જુનાગઢ 8, જુનાગઢ કોર્પોરેશન 8, મોરબી 6, સાબરકાંઠા 6, અમદાવાદ 5, બનાસકાંઠા 5, ભરૂચ 5, ગીર સોમનાથ 5, જામનગર 5, સુરેન્દ્રનગર 5, દેવભૂમિ દ્વારકા 4, નર્મદા 4, પંચમહાલ 4, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, દાહોદ 2, ડાંગ 2, પાટણ 2, તાપી 2, અરવલ્લી 1, મહીસાગર 1, નવસારી 1, પોરબંદર 1, વલસાડ 1 કેસ નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગનાં જણાવ્યા મુજબ પાછલા ચોવીસ ક્લાક દરમિયાન ચારનાં મોત થયા છે. જેમા અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 1 અને પંચમહાલમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ પાછલા ચોવીસ કલાકમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4354 પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,42,164 નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 7226 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 56 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 7170 સ્થિર છે.