કોરોના મહામારીમાં જે લોકો માસ્ક નથી પહેરતા તેઓને સીધા કોરોના સેન્ટરમાં નાંખો: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાતમાં જાણે કોરોના મહામારીથી લોકોને ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે, કારણ કે લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. ત્યાં જ સોશિયલ ડિસ્ટન્સ પણ લોકો જાળવતા નથી. જેના કારણે રોજબરોજ રાજ્યમાં કોરોના કેસના સૌથી કેસો સામે આવી રહ્યા છે. ગઇ કાલે તો ગુજરાતમાં કોરોના વાયરસના ૧૫૬૦ પોઝિટિવ કેસ આવ્યા હતા અને સાથે જ ૧૬ લોકો મોતને ભેટ્યા હતા. ત્યાં જ કેટલાક નમૂનાઓ તો કોરોનાનાં લક્ષણો હોવા છતા માસ્ક  પહેરતા નથી. જે એક કડવી વાસ્તવિક્તા છે.

કોરોના મહામારીમાં લોકો મોતને ભેટી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજામાં સરકારી ગાઇડલાઇન પ્રત્યે સહેજ પણ સજાગ્તા જોવા મળી રહી નથી. આ મામલે તંત્ર દ્વારા કડક નિયમો બનાવી ઉલ્લંઘન કરનાર સામે મસમોટો દંડ પણ વસૂલવામા આવે છે છતો લોકો સજાગ બની રહ્યા નથી. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ આકરી ટકોર કરી છે. ગુજરાત હાઇકોક્ટે આકરી ટકોર કરતા રાજ્ય સરકારને કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યા વગર જોવા મળે તો માસ્ક ન પહેરનારને કોરોના સેન્ટરમાં મોકલો. ત્યાં જ હાઇકોર્ટે તેવું પણ કહ્યું કે, માસ્ક પહેરવા મુદ્દે લોકોમાં હજુ પણ ઉદાસીનતા છે.

ત્યાં જ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી શનિવાર તથા રવિવાર માટે સરકાર મોટો નિર્ણય લેશે. અને કોરોનાની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી મેળાવડા નહીં યોજાય. સાથે જ કોરોના સંક્રમણ રોકવા સરકારને ૐઝ્રએ ટકોર કરી હતી. આ અંગે સરકાર પોતાના જવાબ રજૂ કરે તેવો હાઇકોર્ટે આદેશ કર્યો છે. ત્યાં જ આજે સુપ્રીમ કોર્ટે પણ રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં મોડી રાત્રે લાગેલી આગમાં ૫ લોકો જીવતા ભડથું થઇ જતા ગુજરાત સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને રાજ્ય સરકાર પર લાલઘુમ થઇ આ અગ્નિકાંડ મુદ્દે ઝાટકણી કાઢી હતી.