દેસી કોરોના વેક્સીન ક્યાં પહોંચી ? સરકારે આપ્યું સંસદમાં આવું અપડેટ

સરકારે બુધવારે કહ્યું હતું કે કોરોનાવાયરસ રસીને વિકસીત કરવાનું કામ વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે. તેમજ 30થી વધુ વેક્સીન કંપનીઓને સહકાર અપાયો છે, જેમાંથી 3 એડવાન્સ્ડ ટ્રાયલ સ્ટેજમાં છે, જ્યારે ચાર એડવાન્સ્ડ પ્રી ક્લિનિકલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભામાં વેક્સીન સંબંધી આ અપડેટ આપવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્ન ના લેખિત ઉત્તરમાં રાજ્યસભાને માહિતી આપતા કહ્યું હતું કે રસી વિકાસ પરીક્ષણમાં ચાર પ્રી ક્લિનિકલ ટ્રાયલ સ્ટેજમાં છે, તેમણે કહ્યું હતું કે કોવિડ-19 દર્દીઓના ઉપચાર વિકલ્પોના ઉદ્દેશછી પોર્ટફોલિયો બનાવવા માટે કેટલીક પહેલાથી પ્રચલિત 13 દવાઓના ક્લિનિકલ ટેસ્ટીંગ પણ ચાલી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે 30થી વધુ વેક્સીન કંપનીઓને સહયોગ આપવામાં આવ્યો છે, જે વિકાલના વિવિધ તબક્કામાં છે. ત્રણ કંપનીઓ પ્રથમ, દ્વિતિય અને તૃતિય તબક્કાના એડવાન્સ્ડ સ્ટેજમાં છે. ચારથી વધુ પ્રી ક્લિનિકલ ટ્રાયલ સ્ટેજમાં છે. રાયે કહ્યું હતું કે 7 ઓગસ્ટે નીતિ આયોગ હેઠળ કોવિડ-19 વેક્સીનના ઉપયોગના ઉદ્દેશથી એક નેશનલ નિષ્ણાત ગ્રુપ બનાવાયું હતું.