છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 90123 નવા કેસ નોંધાયા, જાણો મોતનો આંકડો ક્યાં પહોંચ્યો

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે, 1290 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જો આપણે એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 10 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કેસની કુલ સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,123 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ રોગચાળાએ 1290 દર્દીઓનો ભોગ લીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યાર સુધીમાં કેસની કુલ સંખ્યા 50,20,360 પર પહોંચી ગઈ છે. સક્રિય કેસ વિશે વાત કરીએ તો, આંકડો 9,95,933 છે. અત્યાર સુધીમાં 39,42,361 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં અત્યારસુધીમાં આ રોગે 82,066 દર્દીઓનો ભોગ લીધો છે.