મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સુરત કોંગ્રેસમાં મોટું ગાબડું, OBC સેલના મહામંત્રી સહિત અનેક કાર્યકરો આપમાં જોડાયા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સુરત કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.  ઉધનામાં કોંગ્રેસમાં નેતાઓ સહિત કાર્યકરોએ આમ આદમી પાર્ટી જોઈન કરી છે.

કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી શુંભુ દેસાઈ સહિતના અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. શંભુભાઈ દેસાઈની સાથે વિદ્યાબેન પાઠક, સની પાઠક, એડવોકેટ રવિન્દ્ર સોનવણે, કમલેશ દુબે, દિપક અરોરા, મિલિન્દ ગવાઈ, ગૌતમ પટેલ, માંગીલાલ કુમાવત સહિતના અન્ય સમાજના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

પરપ્રાંતીયોથી ઉભરાતા ઉધના વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને છોડી દેતાં અહીં કોંગ્રેસને મોટો ફટકો પડવાની શક્યતા નકારી શકાતી નથી. ચૂંટણી પહેલાં અનેક પ્રકારની નવાજૂનીનાં ભણકારા વાગી રહ્યા છે.