વૈજ્ઞાનિકોના મતે કોવિડ-19 સિઝનલ રોગ બની જશે, પણ તેમાં વાર લાગશે

નોવેલ કોરોનાવાયરસ તાપમાન બદલતા હવામાન વાળા દેશોમાં એક સિઝનલ વાયરસ બની જઇ શકે છે, પણ તે સમય સુધી કોવિડ-૧૯નો રોગ દરેક ઋતુમાં ફેલાતો રહેશે એમ એક નવો અભ્યાસ જણાવે છે, સાથે જ તેમાં એવું કહેવાયું છે કે એક વખત હર્ડ ઇમ્યુનિટી પેદા થઇ જશે, પછી આમ થશે.

ફ્રન્ટિયર્સ ઇન પબ્લિક હેલ્થ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા લેબેનોનમાં અમેરિકન યુનિવર્સિટી ઓફ બૈરૂતના એક સંશોધક અને આ અભ્યાસ લેખના વરિષ્ઠ લેખક હસન ઝરાકેતના આ સમીક્ષા સંશોધનમાં જણાવાયું છે કે જ્યારે વસ્તીનો એક નોંધપાત્ર ભાગ આ નવા કોરોનાવાયરસ સામે પ્રતિકારશક્તિ મેળવી લેશે અને સામુદાયિક પ્રતિકાર શક્તિ આવી જશે પછી આ વાયરસનું અસરકારક સંક્રમણ નોંધપાત્ર ઘટી જઇ શકે છે અને તે ઋતુગત ફેલાતો વાયરસ બની જશે.

સંશોધક હસન ઝરાકેતે વધુમાં કહ્યું હતું કે ત્યાં સુધીમાં લોકોએ તેની સાથે જીવતા શીખી જવું પડશે અને માસ્ક પહેરવા, ફીઝીકલ ડિસ્ટન્સ જાળવવું સહિતની રોગ નિવારક કાળજીઓ રાખવાનું ચાલુ રાખવું પડશે એમ મુજબ તેમણે વધુમાં જણાવ્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી જન્મે નહીં ત્યાં સુધી કોવિડ-૧૯ના ઘણા મોજાઓ આવી શકે છે.